નાનાપોંઢા: કપરાડા-ધરમપુરના પ્રવાસન સ્થળો પણ ગુજરાતી ફિલ્મના શુટીંગ માટે અનુકૂળ વિલ્સન હિલ, આમ્રવન જેવા શુટીંગના લોકેશન પણ બની શકે એમ છે.
જેમાં ગુજરાતી સુપર સ્ટાર ફિલ્મ છેલ્લો દિવસ અને દાવ થઇ ગયો ફિલ્મના મુખ્ય હિરો મિત્ર ગઢવી ઉર્ફે લોયે તેના પરિવારજનો સાથે ધરમપુર તાલુકાના નાની વહિયાળ ખાતે તેમના પારિવારીક મિત્રના ઘરે આવ્યા હતા.ગુજરાતી ફિલ્મને એક નવો આયામ આપનાર ફિલ્મ છેલ્લો દિવસના સ્ટારે ગુજરાતીઓએ ફિલ્મની સરાહના કરી તે બદલ તમામનો આભાર માની આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ હોવાનો આશીર્વાદ સેવ્યો હતો.
વિલ્સન હિલ, આમ્રવન જેવા લોકેશન શુટીંગ માટે અનુકૂળ છે.
આશરે પાંચેક દાયકા સુધી સરકારની નિષ્ક્રિયતાના પગલે અંધારાની ગર્તામાં ધકેલાયેલી ગુજરાતી ફિલ્મોથી દર્શકો દૂર થઇ ગયા હતા. અને નિર્માતા-પ્રોડ્યુસરો પણ આર્થિક નુકસાનથી બચવા ગુજરાતી ફિલ્મો બનાવવાથી દૂર રહેતા હતા.
જો કે નવી સ્ટોરી, નવા રૂપરંગ અને નવી સ્ક્રિપ્ટ સાથે આવેલી બ્લોક બ્લસ્ટર ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસે પાંચ દાયકાથી ગુજરાતી ફિલ્મને એક નવો આયામ આપ્યો, એક નવો સુરજ ઝળહળી ઉઠ્યો અને દર્શકોએ તેને સ્વીકારતા ફિલ્મ બ્લોક બ્લસ્ટર બની. જેમાં મુખ્ય અભિનય કરતા અભિનેતા મિત્ર ગઢવી ઉર્ફે લોયના અભિનયને દર્શકોએ પણ ખૂબ વખાણ કર્યા હતા.