નળસરોવર કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ
નળસરોવર બર્ડ સેન્ચુરી ભારતના સૌથી લોકપ્રિય વેટલેન્ડમાંનું એક છે. અહીંનું વિશાળ સરોવર, ખુલ્લું આકાશ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને કુદરત સાથે જોડાઈ જવાનો અનોખો અનુભવ આપે છે. ખાસ કરીને શિયાળાની સીઝનમાં હજારો માઈગ્રેટરી બર્ડ્સ અહીં આવે છે, જેના કારણે બર્ડ વોચિંગ માટે આ સ્થળ ખૂબ ફેમસ છે. ફોટોગ્રાફી, બોટિંગ અને નેચર વોક માટે નળસરોવર એક પરફેક્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે.
નળસરોવર જવાનો બેસ્ટ સમય
નળસરોવર જવા માટેનો સૌથી સારો સમય નવેમ્બરથી ફેબ્રુઆરી છે. આ સમય દરમિયાન હવામાન ઠંડુ અને સુહાવણું રહે છે, જેથી લાંબો સમય બહાર રહીને પણ ટ્રાવેલનો આનંદ લઈ શકાય. સરોવર પાણીથી ભરેલું હોય છે અને ફ્લેમિંગો, પેલિકન, ક્રેન જેવા વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આ સીઝનમાં નળસરોવરનું રિયલ બ્યુટી જોવા મળે છે.
દિવસનો યોગ્ય સમય અને સૂર્યોદયનો નજારો
સીઝન સાથે દિવસનો સમય પણ એટલો જ મહત્વનો છે. વહેલી સવારમાં સૂર્યોદય પહેલાં પહોંચવાથી બર્ડ વોચિંગનો બેસ્ટ અનુભવ મળે છે. આ સમયે પક્ષીઓ ખૂબ એક્ટિવ હોય છે અને પાણીની આસપાસ જોવા મળે છે. સૂર્યોદયના સમયે પાણી પર પડતી સોનેરી કિરણો અને આકાશમાં ઊડતા પક્ષીઓનું દ્રશ્ય ખૂબ આકર્ષક લાગે છે, જે ફોટોગ્રાફર્સ માટે ગોલ્ડન ટાઈમ ગણાય છે.
બોટિંગ અને બર્ડ વોચિંગનો યાદગાર અનુભવ
નળસરોવર ટ્રિપનું મુખ્ય આકર્ષણ બોટિંગ છે. બોટ દ્વારા સરોવર વચ્ચે જઈને પક્ષીઓને નજીકથી જોવાનો અનુભવ ખૂબ ખાસ હોય છે. અહીં 250થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. શિયાળામાં ફ્લેમિંગોના મોટા જૂથને પાણીમાં ફરતા જોવો એ એક લાઈફટાઈમ મોમેન્ટ બની જાય છે. બાઈનોક્યુલર સાથે રાખશો તો બર્ડ વોચિંગનો આનંદ અનેક ગણો વધી જાય છે.
કઈ સીઝનમાં ટ્રિપ ટાળવી?
ઉનાળાની સીઝનમાં અહીંનું હવામાન ખૂબ ગરમ રહે છે અને પાણીનું લેવલ ઓછું થઈ જાય છે. જેના કારણે પક્ષીઓ ઓછી સંખ્યામાં જોવા મળે છે. ચોમાસામાં આસપાસની લીલોતરી ખૂબ સુંદર લાગે છે, પરંતુ બર્ડ વોચિંગ માટે શિયાળો જેટલો સારો અનુભવ મળતો નથી. તેથી પરફેક્ટ ટ્રિપ માટે શિયાળાની સીઝન પસંદ કરવી.
ટ્રિપને કમ્ફર્ટેબલ બનાવવા માટે જરૂરી ટીપ્સ
નળસરોવર જતાં પહેલાં થોડું પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. વહેલા પહોંચવાથી ભીડથી બચી શકાય છે અને બોટિંગ માટે વધુ સારો સમય મળે છે. ગરમ કપડાં, આરામદાયક શૂઝ, કેમેરા, બાઈનોક્યુલર અને પીવાનું પાણી સાથે રાખવું. કુદરતી સ્થળ હોવાથી સ્વચ્છતા જાળવવી અને પક્ષીઓને ડિસ્ટર્બ ન કરવું પણ મહત્વનું છે.
નળસરોવરનું સાચું સૌંદર્ય માણવું હોય તો નવેમ્બરથી ફેબ્રુઆરી અને વહેલી સવારનો સમય પસંદ કરવો સૌથી સારો વિકલ્પ છે. હજારો વિદેશી પક્ષીઓ, શાંત સરોવર, સુંદર સૂર્યોદય અને બોટિંગનો અનોખો અનુભવ આ બધું મળીને નળસરોવરને ભારતનું બેસ્ટ બર્ડ વોચિંગ ડેસ્ટિનેશન બનાવે છે.