હેમાંગ દવે ગુજરાતી મનોરંજન જગતના જાણીતા અભિનેતા અને ગાયક છે. તેઓ ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૮૩ના રોજ અમદાવાદમાં થયો હતો. બાળપણથી જ તેમને સંગીતમાં રસ હતો અને માત્ર છ વર્ષની ઉંમરે તેમણે તબલા શીખવાની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૨૬માં તેઓ ‘લગન લાગી રે’ અને ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’ જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે.
હેમાંગ દવેએ ૨૦૧૦માં રંગભૂમિથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ‘લેડી લાલકુવર’ તેમનું શરૂઆતનું નાટક હતું. ત્યારબાદ તેમણે ‘કસ્તુરબા’, ‘અકુપાર’, ‘શુકદાન’, ‘દાખલા તરીકે’, ‘બોલિવૂડ મસાલા’ અને અન્ય ગુજરાતી તથા હિન્દી નાટકોમાં અભિનય કર્યો છે.
ફિલ્મોમાં હેમાંગ દવે ‘કેવી રીતે જઈશ’, ‘બે યાર’, ‘બસ એક ચાન્સ’, ‘થાઈ જશે!’, ‘રોમિયો એન્ડ રાધિકા’, ‘તંબુરો’, ‘તારી માટે વન્સ મોર’, ‘છુટ્ટી જશે છક્કા’ અને ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. ગુજરાતી ફિલ્મોમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવીને તેમણે દર્શકોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.
વર્ષ ૨૦૨૬માં ‘લગન લાગી રે’માં પણ હેમાંગ દવે જોવા મળ્યા છે. આ ઉપરાંત તેઓ ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’માં પણ અભિનય કરતા જોવા મળ્યા છે.